લીલીયા મોટા ની નાવલી બજાર માં પડેલ કડો કોક નો જીવ લેશે

લીલીયા મોટા ની નાવલી બજાર માં આવેલ મુખ્ય માર્ગ સાવર કુંડલા પૂંજાપાદર ગારિયાધાર તેમજ અન્ય ગામો ને જોડતો માર્ગ આવેલ હોય ત્યારે ધર્મશાળા સામે રોડ પર એક ફૂટ ઉંડી અને લાંબી કડ પડી હોય ત્યારે આ રસ્તા પર અનેક વાહનો એ કડ ના ભોગ બને છે ત્યારે અનેક અકસ્માત સર્જવવાની ભીતિ લોકો સેવી રહ્યા છે સ્થાનિક તંત્ર ને ઉડીને આંખે વળગે એ પ્રકાર ની આ કડો છે આમાં પણ ઓછું લાગતું હોય તેમ એ જગ્યા પર આવેલ ગટર ની કુંડી તો સાવ ખુલ્લી છે અને ભયાનક અવસ્થામાં છે પણ તંત્ર દ્વારા આ બાબતને ગંભીર ન સમજવાની ભૂલ આવનારા દિવસો માં કોઈ જાન હાની ન નોતરે તે જોવા નું રહ્યું જ્યારે લોકો એ પણ ચર્ચા કરી રહ્યા છે કે રાજકીય પક્ષો દ્વારા લાખો રૂપિયા ના ધુમાડા ચૂંટણી સમયે કરવા માં આવ્યા છે તો શું આ કામ કોઈ ને દેખાણું નય હોય