સુરત જિલ્લા સહિત કામરેજ વિસ્તારમાં આવેલા CNG પંપ સંચાલકો દ્વારા આજ રોજ 24 કલાક માટે CNG ગેસનું વેચાણ બંધ કરી તેમનો વિરોધ નોંધાવ્યો હતો.આજ રોજ આંબોલી ખાતેના અંબિકા પેટ્રોલ પંપ ખાતે આવેલા CNG પંપ તેમજ કામરેજ કડોદરા રોડ પર શંકર પેટ્રોલિયમના CNG પંપ દ્વારા સવારે 6 વાગ્યાથી બીજા દિવસે સવારના 6 વાગ્યા સુધી 24 કલાક માટે CNG ગેસ વિતરણ બંધ કરી 24 કલાક હડતાળ જાહેર કરવામાં આવી હતી.CNG પંપ સંચાલક દ્વારા જાણવા મળેલી માહિતી મુજબ તેમણે કરેલી પડતર માંગણીઓ લાંબા સમય સુધી પણ સ્વીકાર કરી યોગ્ય પ્રતિસાદ આપવામાં આવ્યો નથી.તેમજ પંપ સંચાલકોને આપવામાં આવતા કમિશન મુદ્દે હડતાળ પાડવામાં આવી હતી.