સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકા પ્રાથમિક શાળા નંબર એકમાં ખેડબ્રહ્મા સિવિલની આરબીએસકે ટીમ દ્વારા માર્ગદર્શન અપાયું.

 આયુષ્યમાન ભારત અંતર્ગત બાળકોમાં આરોગ્ય અને સુખાકારીની વૃદ્ધિ થાય એ માટે શાળા કક્ષાએ સ્કૂલ હેલ્થ અને વેલનેસ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. જેમાં ધોરણ 5 થી 8 બાળકોમાં ન્યુટ્રીશન, મેન્ટલ હેલ્થ એન્ડ ઇમોશનલ વેલ બીઇંગ, સેલ્ફ એન્ડ મેસ્ટ્રોલ હાઇજિન, ગુડ ટચ અને બેડ ટચ, નશા મુક્તિ, આરટીઆઈ એન્ડ એસટીઆઈ તથા કોમ્યુનિકલ એન્ડ નોન કમ્યુકેબલ ડીસીઝ અંતર્ગત વિડીયો અને ઓડિયો માધ્યમ દ્વારા અસરકારક માર્ગદર્શન આપવામાં આવ્યું.

 આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા સિવિલ માંથી મેડિકલ ઓફિસર ડૉ. વિજયભાઈ કાપડીયા અને ડૉ. પિનલ પટેલ તથા સાયકોલોજીસ્ટ ડૉ. નેન્સી બેન હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શાળાના આચાર્યશ્રી અનિલ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડરશ્રી પોપટભાઈ ભાંભી દ્વારા કરાયુ હતું.