હાલમાં વધારે એક આંદોલન ગુજરાતમાં છેડાઈ ગયું છે. સમાચાર સામે આવી રહ્યા છે કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં CNG પંપોના માલિકો સવાર 7 વાગ્યા સુધી હડતાળ પર રહેવાના છે અને એમની માંગણી નહીં સંતોષાય તો હજુ વધારે સમય પણ આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. માહિતી મળી રહી છે કે આજે દક્ષિણ ગુજરાતમાં 400 જેટલા સીએનજી પંપના માલિકો હડતાળમાં જોડાશે એ માહિતી ગઇકાલે એસોસિએશન દ્વારા વાત કરવામાં આવી હતી.
વાત એવી છે કે CNG ગેસના વેચાણમાં કમિશનનો વધારો નહીં થતાં એસોસિએશન લાલઘૂમ થયું હતું અને આવો આકરો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે જ માંગણી નહીં સ્વીકારાય તો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે અને બીજું કંઈ કરવું પડે તો એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજે સુરતમાં CNG પંપ ધારકોએ પ્રતિક હડતાળ કરી છે એ વાત આગની જેમ ફેલાઈ ગઈ છે. CNG પંપ ધારકોનું કમિશન ન વધતા તેઓએ પ્રતિક હડતાળનું હથિયાર ઉગામ્યુ હોવાનું જોવા મળી રહ્યું છે.
જો સમયની વાત કરવામાં આવે તો આ હડતાળ 24 કલાક એટલે કે આવતીકાલે સવારે 7 વાગ્યા સુધી રહેશે. માહિતી મુજબ આ હળતાળમાં સુરતના 160 CNG પંપ હડતાળમાં જોડાયા હોવાની પણ વાત સામે આવી રહી છે. સુરતમાં CNG પંપ ધારકોએ 24 કલાક પ્રતિક હડતાળ કરતાં વાહનચાલકોને મુશ્કેલી પડી છે.