ડીસા ના રામપુરા પાસે આવેલા શ્રીરામ પેટ્રોલ પંપ પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં ડીસા થરાદ હાઇવે પર પસાર થતા ટ્રેક્ટર ચાલક અચાનક ટ્રેક્ટર ઉપરથી ઢળી પડતા ચાલક વગરનું ટ્રેકટર ડિવાઈડર ઓળંગી લગભગ 100 ફૂટ દૂર આવેલ શ્રીરામ પેટ્રોલ પંપ પર ઘુસી જઈ અને પેટ્રોલ પંપ આગળ ઉભેલ ગાડીને ટક્કર મારતા પેટ્રોલ પંપની ઓફિસમાં ગાડી ઘૂસી ગઈ હતી 

આ ઘટનાને લઇ લોકોમાં અફડાતફડી નો માહોલ મચી ગયો હતો જોકે દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ અકસ્માતમાં મોટું નુકસાન થયું છે આ વિચિત્ર પ્રકારનો અકસ્માતના દ્શ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા ઘણી વખત આવું ફિલ્મોમાં સીન જોવા મળતુ હોય છે 

પરંતુ વાસ્તવિક રીતે ડીસાના રામપુરા દામા ગામ નજીક એક પેટ્રોલ પંપ ઉપર ડ્રાઇવર વગર દોડતા ટ્રેક્ટર ને જોઈ લોકો પણ અચંબામાં પડ્યા હતા જોકે અકસ્માતમાં મોટીજાનહાની થઈ નથી