પાલનપુર તાલુકાના મલાણા ગામમાં છેલ્લા 1 અઠવાડિયા થી પાણીના ધાધિયા..

લોકો પાણીના એક એક ટીપા માટે વલખા મારી રહ્યા છે..

જવાબદાર અધિકારીઓ તેમજ જિલ્લાના અગ્રણીઓની ચુપકી એ લોકોના વોટ બેંકિંગ સાથે ચેડા કર્યા હોય તેવું સાબિત થઈ રહ્યું છે..

પાલનપુર તાલુકાના મલાણા ગામમાં છેલ્લા એક અઠવાડિયા થી પાણીનું એક ટીપ્પુ આવ્યું નથી. ગ્રામજનો પાણીના એક એક ઘડા માટે દરદર રખડતા થઈ ગયા છે અનેક વાર મૌખિક રજુવાતો કરવા છતાં તંત્ર ભર શિયાળે ઘોર નિંદ્રા માં ઊંઘી રહ્યું છે જાણે ગામમાં કોઈ રણી ધણી ના હોય આ ભાજપ ના યુગમાં લોકો ને હવે પાણીના ટીપ્પા માટે પણ દરદર ભટકવું પડી રહ્યું છે અત્યારે લગ્ન મહોત્સવ ની રમઝટ જામી છે પરંતુ ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે ના કોઈ સાંભળવા વાળું છે કે ના કોઈ પ્રશ્નનું નિરાકરણ લાવવા વાળું. શુ હવે લોકો ને પીવાના પાણી માટે પણ વલખા મારતા રહેવુ પડશે, જવાબદાર તંત્ર લાલ આંખ કરશે કે નહીં, લોકો ના વોટ પાણીમાં ગયા..