પાલનપુર તાલુકાના લાલાવાડા ખાતે માં અર્બુદાના રજતજયંતિ મહોત્સવ અને ૧૦૮ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞમાં ઉપસ્થિત રહેતા ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

               

વિશ્વકલ્યાણ, વિશ્વશાંતિ, અને સામાજિક ઉત્કર્ષ અર્થે મા અર્બુદાની અમી દ્રષ્ટિ સદૈવ સમાજ પર રહે એવા શુભ આશયથી શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ, પાલનપુર દ્વારા માતૃશ્રી આર.વી.ભટોળ ઈંગ્લિશ મીડિયમ વિદ્યાસંકુલ, લાલાવાડા ખાતે મા અર્બુદા રજત જયંતિ મહોત્સવ તથા ૧૦૮ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૩ થી ૫ ફેબ્રુઆરી દરમિયાન યોજાઇ રહેલા આ મહોત્સવના બીજા દિવસે આજે ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર વિભાગના કેબીનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત ઉપસ્થિત રહી યજ્ઞશાળાની પ્રદશિક્ષણા કરી મા અર્બુદાના આશીર્વાદ મેળવ્યા હતા.    

 મંત્રીશ્રીની મુલાકાત વેળાએ બનાસકાંઠા સાંસદશ્રી પરબતભાઇ પટેલ, શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ પાલનપુરના પ્રમુખશ્રી કેશરભાઇ ભટોળ, શ્રી અર્બુદા મા રજત જયંતિ ઉજવણી સમિતિના ચેરમેનશ્રી પરથીભાઇ ભટોળ, ચૌધરી સમાજના અગ્રણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરી, પૂર્વ ધારાસભ્યશ્રી જોઇતાભાઇ પટેલ અને શ્રી મણિભાઇ વાઘેલા, અગ્રણીશ્રી ગુમાનસિંહ ચૌહાણ સહિત આગેવાનો અને વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.