બરવાળાની શ્રી સંસ્કારભારતી વિદ્યામંદિર શાળા ખાતે ગુજરાત સરકારના રમત ગમત અને યુવા સેવા વિભાગ ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીની ઓફિસ બોટાદ દ્વારા પ્રતિ વર્ષ યોજાતો બરવાળા તાલુકાનો કલામહાકુંભ તારીખ 13/14 ડિસેમ્બર ના રોજ યોજાયો હતો, કલામહાકુંભમાં નૃત્ય, સંગીત, સાહિત્ય, લલિતકલા ની અલગ અલગ વય જૂથમાં 13 જેટલી સ્પર્ધાઓ યોજાઈ હતી, આ કલામહાકુંભમાં બરવાળા તાલુકાની 10 સંસ્થાઓએ ભાગ લીધો હતો, કલામહાકુંભના ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકા પ્રમુખ જગદીશભાઈ ચાવડા, સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જયપાલસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી, નિર્ણાયક તરીકે હિંમતભાઇ ગોહિલ, ધીરુભાઈ બારોટ, ભુપતભાઇ પટેલ તથા અન્ય શિક્ષકોએ સેવાઓ આપી હતી, સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય વિજેતાઓ આગામી દિવસોમાં બોટાદ જિલ્લાની સ્પર્ધામાં ભાગ લેશે