અમરેલી તાલુકા પો.સ્ટે . વિસ્તારમાં રહેતા ફરીયાદી અરવિંદભાઇ વિઠ્ઠલભાઇ દુધાત નાઓએ આવી ગેરકાયદેસર વ્યાજખોરીની પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ ફરીયાદ કરતા ગુનો રજી . કરી ગણતરીની કલાકોમાં ચાર વ્યજખોર આરોપી ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી તાલુકા પોલીસ ટીમ.

જાણવા મળતી વિગતો મુજબ આ કામના ફરીયાદીએ આરોપી

( ૧ ) વિક્રમભાઇ ડેર રહે . ચાવંડ

( ર ) પરેશભાઇ ભુવા રહે .  

       મોણપુરવાળા

( 3 ) હરેશભાઇ ઘુસાભાઇ ચાવડા

        રહે . બળેલ પીપળીયા

( ૪ ) આશીષભાઇ જોષી રહે .

         અમરેલી

 ( ૫ ) શૈલેષભાઇ પરમાર રહે . અમરેલી નાઓ પાસેથી મળી કુલ રૂ .૧૪,૮૦,૦૦૦ / - જુદા જુદા વ્યાજે લીધેલ હતા .

ફરીયાદીશ્રીએ આ તમામ આરોપીઓને આશરે રૂ .૧૫,૦૦,૦૦૦ / - વ્યાજ પેટે ચુકવી દિધેલ , તેમ છતા આરોપીઓ તેઓના મુળગા રૂ .૧૪,૮૦,૦૦૦ / - અને વ્યાજ આશરે રૂ .૫,૦૦,૦૦૦ / - મળી કુલ રૂ .૧૯,૮૦,૦૦૦ / - હજાર ચુકવવાનાં બાકી નિકળતા હોવાનું જણાવી , પાંચેય આરોપીઓ ફરીયાદીશ્રી પાસે વારંવાર પૈસા આપવા પઠાણી ઉઘરાણી કરી , અવાર નવાર ફોનમાં ધાક ધમકી આપી પૈસા આપવા દબાણ કરતા હોય અને માનસીક ત્રાસ આપતા હોય , તેમજ આરોપી હરેશભાઇ ચાવડા ફરીયાદીશ્રીને પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી , તેમજ આરોપી હરેશભાઇ ચાવડા અને શૈલેષભાઇ પરમારે ફરીયાદીશ્રી સાથે નક્કી કરેલ વ્યાજ કરતા વધુ ટકા વ્યાજ લેવા અવાર નવાર ધાક ધમકીઓ આપી . નક્કી કરેલ વ્યાજ કરતા વધુ ટકા વ્યાજના રૂપિયા કઢાવેલ તથા આરોપી હરેશભાઇ ચાવડાએ ફરીયાદીશ્રીની મો.સા.ની આર.સી.બુક કઢાવી તમામ આરોપીઓએ અવાર નવાર પઠાણી ઉઘરાણી કરી ગુન્હો આચરેલ છે