એસીબી સફળ ટ્રેપ, પાલનપુર
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ફરીયાદી : એક જાગૃત નાગરિક
આરોપી : (૧) શૈલેશચંદ્ર ચંદ્રવદન મહેતા,આચાર્ય , સર ભવાનીસિંહ વિદ્યાલય, દાંતા, જી.બનાસકાંઠા વર્ગ-2
(૨) નરેશકુમાર કચરાલાલ જોષી પટાવાળા, (ફરજ મોકૂફ), જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પાલનપુર
ગુનો બન્યા : તા.૦૫.૦૮.૨૦૨૨
લાંચની માંગણીની રકમ : રૂપિયા ૧૬,૦૦,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ : રૂપિયા ૧૬,૦૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ : રૂપિયા ૧૬,૦૦,૦૦૦/-
ગુનાનુ સ્થળ : સરકીટ હાઉસ પાલનપુર
ટૂંક વિગત : આ કામના ફરીયાદીના દીકરાને કલાર્ક તરીકે નોકરી આપવાના બહાને આ કામના આરોપી નં.(૧) એ ફરીયાદી પાસે રૂપિયા ૧૬,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના આરોપી નં (૧) એ આરોપી નં(૨) ને સાથે રાખી બન્ને એ રૂપિયા ૧૬,૦૦,૦૦૦/- ની લાંચની રકમ સ્વીકારી એકબીજાની મદદગારી કરી પકડાઈ જઇ ગુનો કર્યા બાબત
નોંધ : ઉપરોક્ત આરોપીઓને એસીબી એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
ટ્રેપીગ અધિકારી : શ્રી જે.પી.સોલંકી, ઈ.ચા પો.ઇન્સ. એસીબી પો.સ્ટે. પાલનપુર
સુપર વિઝન અધિકારી : શ્રી કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી બોર્ડર એકમ, ભુજ