*વલસાડ નકલી ચલણી નોટો માર્કેટમાં ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, આમ છાપતાં નકલી નોટો*

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

 ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવા નકલી ચલણી નોટનું કૌભાંડ રાજ્યમાં અનેકવાર બહાર આવ્યું  છે. ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી.

*ભરતસિંહ વાઢેર, વલસાડ* ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવા નકલી ચલણી નોટનું કૌભાંડ રાજ્યમાં અનેકવાર બહાર આવ્યું  છે. જોકે સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં નકલી નોટના માફિયાઓ પોતાના બદઈરાદાઓ બહાર પાડતા હોય છે ત્યારે આ વખતે રાજ્યના છેવાડે આવેલ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટ બજારમાં ઘુસાડવાનું એક ષડયંત્રનો પર્દાફાશ વલસાડ પોલીસે કર્યોછે.

વલસાડ જિલ્લાની એસઓજી પોલીસની ટીમે કપરાડામાંથી રૂપિયા 500ના દરની 1094 નકલી નોટ ઝડપી પાડી  છે, ત્યારે સવાલ થયા છે કે, કેવી છે તેમની મોડ્સ ઓપરેડની અને ક્યાં છપાતી હતી આ નકલી નોટો?

*5.47 લાખની નકલી નોટો ઝડપાઇ*

વલસાડ જિલ્લાના કપરાડા આદિવાસી વિસ્તાર છે અને આ વિસ્તારમાં ગુહાનો દર બહુ સામાન્ય છે. જોકે આ ગરીબ જનતાને છેતરીને નકલી નોટો ઘૂસાડવાનું એક સુઆયોજિત ષડયંત્ર બહાર આવ્યું છે. વલસાડ એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, કપરાડામાં કેટલાક લોકો નકલી ચલણી નોટ બજારમાં વાપરવાની ફિરાકમાં છે ત્યારે પોલીસે તાત્કાલિક આ મામલે પેટ્રોલિંગ દરમિયાન 500 રૂપિયાની 1094 નોટો સાથે 3 આરોપીની ધરપકડ કરી હતી. વલસાડ પોલીસે 5.47 લાખની તમામ નોટો ફોરેન્સિક સાયન્ટિસ્ટ ઓફિસર અને બેંકના ઓથોરાઇઝ અધિકારી સાથે તપાસ કરાવતા તમામ નોટો નકલી હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે અને નાસિકના બાલા ચૌધરીને વોન્ટેડ જાહેર કર્યો છે. તમામ આરોપી કપરાડા તાલુકાના રહેવાસી છે. જેઓ નજીવા કમિશન માટે નકલી નોટના કૌભાંડમાં ઝડપાયા છે. ઝડપાયેલા આરોપીના નામ ઈશ્વર રાબડે, યુવરાજ વળવી અને મોહનજી વરઠા છે. વલસાડ પોલીસે કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે, આ તમામ નોટો મહારાષ્ટ્રના નાસિકમાં છાપવામાં આવી છે. 500ની અસલી નોટને  કોમ્પ્યુટર સ્કેનર અને પ્રિન્ટરની મદદથી નકલી નોટ બનાવવામાં આવતી હતી. વોન્ટેડ આરોપી બાલા ચૌધરી અઢી લાખની અસલી નોટની સામે યુવરાજને 5 લાખની નકલી નોટ આપી હતી અને ત્યાર બાદ યુવરાજ વળવી જંગલ વિસ્તારમાં આદિવાસીઓને આ નકલી નોટ ચલાવવા બાકીના એજન્ટ નીમી કૌભાંડ કરતો હતો. હાલ 3 આરોપી પોલીસ ગિરફ્તમાં આવી ગયા છે.

પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, આદિવાસી વિસ્તારમાં આ આરોપી નાણાકીય વ્યવહાર દરમિયાન નોટોના બંડલમાં ચારથી પાંચ જેટલી નકલી નોટો ઘૂસાડતા હતા. આ રીતે બજારમાં નકલી નોટો ફેરવવાનું કારોબાર કરતા હતા. સમગ્ર મામલે વલસાડ પોલીસે હાલ 1094 જેટલી નોટો કબજે કરી છે.