જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના એક વર્ષ માં શિક્ષક હિતના કામો થતાં શિક્ષણ આલમ માં આનંદની લહર
છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી ઇમરાન સોનીના એક વર્ષના કાળમાં શિક્ષકોનું કામ યુદ્ધના ધોરણે થતા શિક્ષણ આલમ માં આનંદની લહેર જોવા મળી રહી છે.
ગુજરાત સરકાર દ્વારા એક વર્ષ અગાઉ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી તરીકે ઇમરાન સોનીની નિમણુક કરવામાં આવેલી હતી. જેમને જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નો ચાર્જ સોંપવામાં આવેલ, ચાર્જ સોંપતાં શિક્ષણ નો જીવ હોવાથી તાલુકા તાલુકા એ મુખ્ય શિક્ષકો ની મિટિંગનું આયોજન કરી શિક્ષણ ને ઊંચું લાવવા કમર કસી. જેના પરિણામ હાલ જિલ્લામાં જોવા મળી રહ્યા છે. તેમજ શિક્ષક નું મહેકમ મોટું હોવાથી તેમના પ્રશ્નો પણ સરળતાથી ઝડપથી નિકાલ કરવામાં આવી રહ્યો છે. આજ રીતે દર માસે જિલ્લા મથકે ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાના કેમ્પ કરવામાં આવી રહ્યા છે. જેના આધારે વધુમાં વધુ શિક્ષકોના હુકમો એલ એફ કચેરી માં મોકલી શિક્ષકોના ઉ.પ.ધો સરળ રીતે મંજુર થયા.
આ રીતે પૂરા પગારમાં સમાવેશ કરવાના પણ બે કેમ્પો કરી હાથો હાથ શિક્ષકો ને લાભો આપવામાં આવેલ છે. જિલ્લામાં કડક થઈ શિસ્ત વિષય કાર્યવાહી કરી ઉદાહરણ રૂપ દાખલા પણ બેસાડ્યા છે. અગાઉ કચેરી ને પણ ક્યુઆર કોડ થી સજજ કરી જે તે ટેબલ ની કામગીરી પણ દેખી શકાય તેવું નવીન કામ પણ કરેલ . ઇમરાન સોનીના એક વર્ષના કાર્યકાળ થી છોટાઉદેપુર જિલ્લાના શિક્ષકો સંતોષ અનુભવી રહ્યા છે.
શિક્ષક સંઘો ની રજુઆતો ને સંકલનમાં લઈ પ્રશ્નો ઉકેલી રહ્યા છે તેનો સંઘ ના હોદેદારો પણ સંતોષ વ્યક્ત કરી રહ્યા છે.