તા.૭ મીએ યોજાનાર સેવાસેતુ કાર્યક્રમ (ગ્રામ્ય) મોકૂફસેવાસેતુ ( શહેરી ) રાબેતા મુજબ શરુ રહેશેઅમરેલી, તા.૫ ઓગસ્ટ, ૨૦૨૨ (શુક્રવાર) રાજયના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યકિતલક્ષી ફરિયાદોનો નિકાલ ઝડપથી થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ફરિયાદ નિવારણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે. રાજયમાં સેવાસેતુ કાર્યક્રમના આઠમા તબક્કાનો પ્રારંભ થયો છે, તે મુજબ દર માસના પ્રથમ શનિવારે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે. આગામી તા.૦૭/૦૮/૨૦૨૨ના રોજ અમરેલી જિલ્લામાં કાર્યક્રમ યોજવામાં આવનાર હતો. તે
સેવાસેતુ કાર્યક્રમ (ગ્રામ્ય) હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમની નવી તારીખ વિશે હવે પછી આગોતરી જાણ કરવામાં આવશે. વધુમાં નગપાલિકા વિસ્તારમાં સેવાસેતુ ( શહેરી ) રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે, તેમ નિવાસી અધિક કલેક્ટરશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી