જામનગરના હડિયાણા ખાતે તેલગાના સ્ટેટ કો.ઓ.બેંક લી. ના સીઈઓની ટીમ દ્વારા મુલાકાત કરવામાં આવી

 જામનગરના હડિયાણા ખાતે તેલગાના સ્ટેટ કો.ઓ.બેંક લી. ના સીઈઓની ટીમ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. તેઓએ આ કાર્યક્રમ માં હડિયાણા સેવા સહકાર મંડળી લી અને ડી.કો. ઓપરેટિવ બેંક ની રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં તેલંગાણા સ્ટેટ ટીમ ના હેડ જ્યોતિબેન અને તેમના તમામ સ્ટાફ સાથે કિશાન મોલ ની પણ મુલાકાત લેવામાં આવી હતી. આ બાબતે ટીમ ના હેડ દ્રારા સારી કામગીરી હાથ ધરવામાં આવેલ છે અને નવનિર્મિત બિલ્ડીંગ નું કામકાજ કરેલ છે. તેમની મુલાકાત દ્વારા વિવિધ પ્રવૃત્તિ ઓની જાણકારી મંડળીના પ્રમુખ મગનલાલ ડી.કાનાણી તથા ડી.કો .ઓપ.બેક ના ડેવલોપમેન્ટ મેનેજર નરેશભાઈ એસ.ભેંસદડીયા તથા હડિયાણા બ્રાંચ મેનેજર જયેશભાઇ એચ.કાનાણી.અને મંડળીના મંત્રી જગદીશભાઈ એન.ઘેટિયા. અને સહમંત્રી મુકેશભાઈ એન. કાનાણી અને મંડળી ના ડાયરેક્ટરઓ દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી. આ એક્સપોઝર વિઝીટરનું આયોજન નાબાર્ડ તેમજ એન.આઈ. સી. એમ. ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું હતું.