મ્હે. પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ, સાહેબ રાજકોટ વિભાગ –રાજકોટ તેમજ શ્રી નિતેશ પડિય સાહેબ, પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકા દ્વારા ગેરકાયદેસર હથીયારો ધરાવતા તેમજ અસામાજીક તત્વો વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા શ્રી પી.સી.સીંગરખીયા ઇન્ચા,પોલીસ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકાનાઓને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ હતું. ગઇ તા.૩૧/૦૧/૨૦૨૫ના રોજ એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ મોતીમા જાડેજા, કાનાભાઇ રણમલભાઇ માધ્ન, પોલીસ હેડ કોન્સ, જિતુભાઇ મેરામણભાઇ હુણ, કિશોરસિંહ ભગુભા જાડેજા તથા ડ્રા પોલીસ કોન્સ, દિનેશભાઈ દેવશીભાઈ
ચાવડા એ રીતેના એસ.ઓ.જી. સ્ટાફના માણસો એસ.ઓ.જી.લગત કામગીરી સબબ ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ.રાજેન્દ્રસિંહ મોતીભા જાડેજા તથા પોલીસ હેડ કોન્સ. જિતુભાઇ મેરામણભાઇ હુણ વિશ્વાસુ ખાનગી બાતમીદાર મારફતે સંયુક્તમાં હકીકત મળેલ કે, તારીખ,૨૩/૦૧/૨૦૧૩ ના રોજ ભાણવડ તાલુકાના ઝારેરા ગામે ખાતે સંત શ્રી દાસારામ બાપાની જન્મ જયંતીના પ્રસંગે યોજાયેલ રાત્રે યોજાયેલ લોક ડાયરામાં એક વ્યક્તિએ પોતાની પાસે રહેલ હથિયાર (અગ્નિશસ્ત્ર)થી હવામાં ફાયરીંગ કરેલ છે. જે હકીકત આધારે સાથેના પોલીસ હેડ કોન્સ, કિશોરસિંહ ભગુભા જાડેજા દ્વારા ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમ યુ-ટ્યુબમાં "5hrve Daaram Mandir Tiron" નામની ચેનલ ઉપર ઉપલબ્ધ હોય જે સમગ્ર કાર્યક્રમનો વિડીયો ઝીણવટભરી રીતે તપાસી જોતા એક ઈસમ દ્વારા ચાલુ કાર્યક્રમ દરમ્યાન કાર્યક્રમના સ્ટેજની સામે જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજરી હોય છતા પણ રોફ જમાવવા, આમ જનતામાં ભયનું વાતાવરણ ફેલાઈ તે રીતે, બેદરકાર થઈ ગેરકાયદેસર રીતે હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરતો હોવાનુ શોધી કાઢેલ જેથી બાતમીદારોને યુ-ટ્યુબમાં રહેલ વિડીયો બતાવતા હવામાં ફાયરીંગ કરનાર વ્યક્તિ નાનજીભાઈ ગુરૂભાઈ કરચીયા, રહે.દિગ્વિજયગઢ ગામ, તા.રાણાવાવ, જીલ્લો.પોરબંદર વાળા હોવાનું જણાયેલ જેથી તાત્કાલીક મજકુર ઇસમે હથીયાર ધારા કલમ ૨૫(૯) મુજબ ગુન્હો આચરેલ હોય જેથી સાથેના પોલીસ હેડ કોન્સ. જિતુભાઈ મેરામણભાઈ છુણ દ્વારા ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે મજકુર ઉપરોક્ત ઇસમ વિરૂધ્ધમાં શ્રી સરકાર તરફે ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે તેમજ આગળની વધુ તપાસ ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
ઉપરોક્ત ગુન્હામાં તપાસ અધિકારી દ્વારા અટક કરવામાં આવેલ
આરોપી :- (૧) નાનજીભાઈ મુફભાઈ કરથીયા, રહે.દિગ્વિજયગઢ ગામ, તા.રાણાવાવ, જીલ્લો,પોરબંદર
કામગીરી કરનાર એસ.ઓ.જી. ટીમ :-
(૧) શ્રી પી.સી.સીંગરખીયા, ઇન્ચા .પોલીસ ઇન્સપેક્ટર,
(૨) શ્રી રાજેન્દ્રસિંહ મોતીભા જાડેજા, એ.એસ.આઇ. (૩) શ્રી હરદેવસિંહ જાડેજા, એ.એસ.આઇ.
(૪) શ્રી કાનાભાઈ રણમલભાઇ માડમ, એ.એસ.આઈ,
(૫) શ્રી જિતુભાઇ મેરામણભાઇ હુણ, પોલીસ હેડ કોન્સટેબલ
(૬) શ્રી કિશોરસિંહ ભગુભા જાડેજા, પોલીસ હેડ કોન્સટેબલ (૭) શ્રી દિનેશભાઈ દેવશીભાઈ ચાવડા, પોલીસ કોન્સટેબલ