◆ મુંબઈમાં વર્ષોથી પરીવાર સાથે સ્થાયી થયેલ ગોધરાની એક મહિલાના.....

◆ મુંબઈમાં વર્ષોથી પરીવાર સાથે સ્થાયી થયેલ ગોધરાની એક મહિલાના.....

◆ શહેરને અડીને આવેલ કરોડો રૂ.ની કિંમતના રહેણાંકના ૬ પ્લોટોને સંદિગ્ધ પાવર ઓફ એટર્ની દ્વારા ભૂમાફિયા સિન્ડિકેટે સોદાઓ કરી દેતા ચકચાર.!!

ગોધરા તા.

ગોધરા શહેર છોડીને પરીવાર સાથે મુંબઈમાં સ્થાયી થયેલ વ્હોરા સમાજની એક મહિલાની માલિકીના શહેરને અડીને આવેલા કરોડ રૂપિયાના ૬ જેટલા પ્લોટોના ભૂમાફિયાઓની સિન્ડિકેટ દ્વારા સંદિગ્ધ પાવર ઓફ એટર્નીના આધારે બારોબાર વેચાણ દસ્તાવેજો કરી આપવાના બહાર આવેલા ગોરખધંધાઓથી ભારોભાર ચકચાર પ્રસરી જવા પામ્યો હોવાનો એક ચોંકાવનારો કિસ્સો ઉચ્ચસ્તરીય તપાસો માંગે એવો છે.!! મુંબઈમાં પરીવાર સાથે સ્થાયી થયેલ ગોધરાના વ્હોરા સમાજની એક મહિલાના શહેરને અડીને રહેણાંક હેતુઓ માટેના કરોડો રૂપિયાની કિંમતના ૬ પ્લોટો ખાલી પડી રહ્યા હોવાનું ભૂમાફિયા સિન્ડિકેટ ગેંગના ધ્યાને આવતા આ મહિલાના પ્લોટોના બારોબાર વેચાણ કરી દેવાના ખેલોને અંજામ આપવા માટે વર્ષો પહેલા દીવડા કોલોનીથી અન્યના નામે ખરીદ કરવામાં આવેલા ₹ ૧૦૦ના સ્ટેમ્પ ઉપર રહેણાંક હેતુઓ માટેના પ્લોટોના વેચાણ હક્કોની સંદિગ્ધ નોટરી રૂબરૂની પાવર ઓફ એટર્ની તૈયાર કરવામાં આવી હતી. આ સંદિગ્ધ પાવર ઓફ એટર્નીના આધારે આ મહિલાના રહેણાંક હેતુઓ માટેના કરોડો રૂપિયાના પ્લોટો પૈકી ૩ પ્લોટોના ગોધરા સબ રજીસ્ટ્રાર કચેરીમાં વેચાણ દસ્તાવેજો કરી દેવામાં આવ્યા હોવાની જાણકારી સાથે આ મહિલા મુંબઈ થી ગોધરા દોડી આવ્યા હતા. પરંતુ ભૂમાફિયા સિન્ડિકેટ ગેંગના વગદાર પ્રભાવો સામે આ મહિલા પોતાની કરોડો રૂપિયાની મિલ્કતના પ્લોટોને ભૂલી જઈને ચુપચાપ સમાધાન ફોર્મ્યુલાને સહન કરીને રવાના થઈ જાય એવા ધમપછાડાઓ ચર્ચાઓમાં બહાર આવ્યા છે.