સિંબલપાણી પ્રાથમિક સારવાર કેન્દ્ર ગબ્બર પાછળ અંતરિયાળ વિસ્તારમાં આવેલું સારવાર કેન્દ્ર છે. આ સારવાર કેન્દ્ર આસપાસના 22 જેટલા ગામોના લોકોને ઉપયોગી થાય છે. રાત્રિના સમયે કે દિવસ દરમિયાન કંઈ પણ કોઈ દર્દીને બતાવવું હોય તો તે આ સારવાર કેન્દ્રમાં જઈને ત્યાં આગળ પોતાની તકલીફો બતાવીને સારવાર કરાવી શકે છે. પરંતુ નવાઈની વાત એ છે કે છેલ્લા એક મહિનાથી સિંબલપાણી પ્રાથમિક સારવાર કેન્દ્રની લાઈટ બંધ હાલતમાં જોવા મળી રહી છે. અહીં લાઇટ તો છે પણ વીજ કનેક્શન કપાઈ ગયું છે અને વીજ કનેક્શન કપાવવાનું મુખ્ય કારણ માર્ચ 2022 થી આજદિન સુધીના 18,201 નાણા જીઈબી કચેરીએ ભરવામાં આવ્યા નથી.
સિંબલપાણી પ્રાથમિક સારવાર કેન્દ્રમાં સ્ટાફ ફરજ બજાવવા આવે છે પરંતુ લાઈટ બંધ હોવાના કારણે અહીં આવેલી લેબોરેટરીમાં દર્દીઓના રિપોર્ટ થતા નથી અને દર્દીઓને આ બાજુ વિરમપુરને આ બાજુ અંબાજી તરફ જવું પડતું હોય છે. રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરીને સિંબલપાણી પ્રાથમિક સારવાર કેન્દ્રમાં સ્ટાફને પડતી અગવડતા અને લોકોને પડતી દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.