પાલનપુરમાં શાળાએ ગયેલો 15 વર્ષીય કિશોર ગુમ થયા બાદ નેત્રમની ટીમને જાણ કરાતા પોલીસે સીસીટીવીની તપાસ કરી ગણતરીની કલાકોમાં જ કિશોર સુધી પહોંચી હતી અને તેના વાલી સાથે મિલન કરાવ્યું હતું.
નેત્રમ ટીમ દ્વારા અરજદારનો નાનો ભાઈ જેની ઉંમર 15 વર્ષ છે અને ધોરણ 9 માં અભ્યાસ કરે છે. જે સ્કુલ જવા નિકળી અને સ્કુલ સમય પુરો થયેલ છતા ઘરે પરત ન ફરતા ગુમ થનાર વાલી દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી અને ગુમ થનારના વાલી દ્વારા પાલનપુર નેત્રમનો રૂબરૂ સંપર્ક કરેલ. જે અન્વયે ઉપરી અધિકારીઓની સુચના મુજબ વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લગાવેલ CCTV કેમેરા ફુટેજ ચકાસણી શરૂ કરવામાં આવેલ હતી.
જે દરમ્યાન ગુમ થનાર કિશોર સ્કુલથી નિકળી અને ચાલતા ચાલતા એરોમાં સર્કલના ડીસા હાઈવે ઉપર ગયેલ અને પેસેન્જર ભરતા છકડામાં તરફ જઈ અને બેસતો જોવા મળેલ અને તે આધારે એરોમાં સર્કલના તમામ કેમેરા ચેક કરતા પેસેન્જર ભરતા છકડાનો વાહન નંબર મળી આવતા જે આધારે વાહન નંબરની ડીટેલ્સ લાવી અને છકડા ચાલક મળી આવેલ અને ગુમ થનાર બાળક વિશે પુછપરછ કરતા તેને ચડોતર રોડ ઉપર ઉતારેલ હોવાનું જણાવેલ તેના આધારે ગુમ થનાર કિશોરના વાલી દ્વારા આજુબાજુના ખેતરમાં તપાસ કરતા ગુમ થનાર કિશોર ત્યાર્થી હેમખેમ રીતે મળી આવેલ તેમના વાલી દ્વારા પાલનપુર નેત્રમ તેમજ પોલીસની કામગીરીની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યોં હતો.