નિઃસંતાન દંપતીઓ માટે જય નારાયણ હોસ્પિટલમાં ફ્રી IVF અને પથરીના દર્દીઓ માટે દવાના કેમ્પ નુ આયોજન
કાલોલ ના મધવાસ પાસે આવેલ જય નારાયણ હોસ્પિટલમાં ડો સુનિલ પરમાર દ્વારા આગામી તા ૨૮/૧૨/૨૫ ના રોજ સવારે ૧૦ થી ૧ કલાકે નિઃશુલ્ક પથરી ની દવાઓ તથા નિઃસંતાન દંપતીઓના માટે કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ છે આ કેમ્પમાં અમદાવાદના જાણીતા IVR સ્પેશિયાલિસ્ટ ડો કૃપા એ શાહ (આયુ ફર્ટિલિટી સેન્ટર) ઉપસ્થિત રહી નિઃસંતાન દંપતીઓના પરિવારમાં ખુશીઓ આપવા નિઃશુલ્ક સેવા આપશે.આપણી આસપાસ રહેતા કોઈપણ આ પથરી દવા અને આઈવીઆર સિસ્ટમ થકી મફત સારવાર મેળવવા ઇચ્છતા સૌ કોઈ ઉપરના સરનામે અચૂક હાજર રહેવા અપીલ કરવામાં આવી છે.