ખંભાતમાં ઠેર ઠેર ઇદે મિલાદ પર્વે ધાર્મિક સ્થળો, ઘરો શેરી-મહોલ્લાને રંગબેરંગી રોશની શણગારી સજાવી દેવાયા છે.ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહંમદ પયગમ્બરના જન્મદિવસ નિમિત્તે ખંભાતના પીઠ બજાર, નગીનાવાડી, પાંચ હાટડી, કંસારી, જૂની મંડાઈ, સાલવા, સહિતના  ગ્રામ્ય વિસ્તારોમાં ઘરો-મહોલ્લા, શેરીઓમાં રંગબેરંગી લાઈટોથી રોશની કરવામાં આવી છે.રાત્રિ દરમિયાન નાઅત શરીફ પઢવામાં પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.બારમાં દિવસે ખંભાતના નગીનવાડી મુકામે કદમેં રસુલ દરગાહેથી ભવ્ય ઝુલુસ કાઢવામાં આવે છે.

(સલમાન પઠાણ-ખંભાત)

Mo-9558553368