અંદાજપત્રમાં રેલ સુવિધા વિકાસ માટેની જોગવાઈને આવકાર પણ કોરોના દરમિયાન વધેલા ભાડા ઘટાડો

આજે રજૂ થયેલ કેન્દ્રીય અંદાજપત્રમાં રેલ સુવિધા વિકાસ માટેની જોગવાઈને  જિલ્લા યાત્રિક સુરક્ષા સમિતિ દ્વારા આવકાર અપાયો છે પણ કોરોના દરમિયાન વધેલા ભાડા ઘટાડો કરવા નિવેદન કરેલ છે.

નાણાંમંત્રી નિર્મલા સિતારામણ દ્વારા આજે રજૂ થયેલા કેન્દ્રીય અંદાજપત્રમાં દેશમાં રેલ સુવિધા અને વિકાસ માટે ૨.૪૦ લાખ કરોડ રૂપિયાની ભારે મોટી ફાળવણી આવકાર્ય છે. આ સાથે રેલ તંત્ર દ્વારા અગાઉ કોરોના બિમારી દરમિયાન નિયંત્રણ હેતુ વધેલા ભાડા હવે ઘટાડવા  જિલ્લા યાત્રિક સુરક્ષા સમિતિના વ્યવસ્થાપક મૂકેશકુમાર પંડિત દ્વારા નિવેદન કરાયેલ છે.

આજના અંદાજપત્ર જોગવાઈથી રેલ મંડળ અંતર્ગત વધુ ગાડીઓ મળે તેમજ રેલ મથક આધુનિકરણ સાથે કેટલીક સ્થાનિક ગાડીઓમાં પણ સુવિધાઓ વધશે તેમ આશાવાદ રહેલો છે.

મંડળના પ્રમુખ કિશોરભાઈ ચિમનાણીએ અંદાજપત્રમાં રેલ સુવિધા માટે થયેલી જોગવાઈથી કેન્દ્ર સરકારના અભિગમને બિરદાવેલ છે અને અગાઉ બંધ કરાયેલ ગાડીઓ તેના નિયત ભાડા સાથે ઉપલબ્ધ કરાવવા જણાવેલ છે.