સનાતન ધર્મનુ સૌથી મોટું આસ્થા કેન્દ્ર કાશી ધામ મું,કાહવા તા.કડી જીલ્લોઃ મહેસાણાના ભુવાશ્રી ધર્મરત્નરાજા બાપા, તેમના ચિરંજીવી ભુવાશ્રી ભગવાનભાઈ,કાસવા ધામના દિનેશભાઈ રબારી, વડવાળા મંદિરના કોઠારીબાપુશ્રી મુકન્દરામજી બાપુ, સ્વામીનારાયણ મંદિરના સંતોની પધરામણી સુરસાગર ડેરી ખાતે થઈ.કાસવા ધામ ખાતે ગોગા મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આખુ સપ્તાહ ભજન,ભોજનના અનેરા સંયોગના વિરામ બાદ ધર્મરત્ન શ્રી રાજાબાપા દૂધરેજ ધામ ખાતે દર્શનાર્થે આવેલ ત્યારે સુરસાગર ડેરીના ચેરમેનશ્રીની વિનંતી સાથેના આગ્રહથી ભુવાજીએ ડેરી ખાતે પધરામણી કરેલ. તેઓની પધરામણી દરમ્યાન સુરસાગર ડેરીના ચેરમેનશ્રી બાબાભાઈ ભરવાડે સાલ, ફુલહારથી ભુવાશ્રી રાજાબાપા નું ભવ્ય સ્વાગત કરેલ. ભુવાશ્રી ભગવાનભાઈ નું સાલ-ફુલહારથી સ્વાગત ગોપાલભાઈ મુંધવાએ,દિનેશભાઈ નું સાલ—ફુલહારથી સમ્માન અજયભાઈ સભાડે એ તથા સ્વામીનારાયપણ સંપ્રદાયના સ્વામી મહારાજનું ફુલહાર તથા સાલથી સ્વાગત ભરતભાઈ મારૂએ કર્યું હતું.કોઠારી બાપુશ્રી મુકુંદરામ એ પોતાના આશીર્વચનમાં સુરસાગર ડેરી ગુજરાતની પ્રથમ હરોળની ડેરી બને અને પશુપાલકોની ઉન્નતિ થાય તેવા આશીર્વાદ આપેલ.ભુવાશ્રી ધર્મરત્ન રાજા બાપાએ ગોગા મહારાજના આશીર્વાદ પાઠવી દૂધ સંઘ વિકાસની હરણફાળ ભરે અને દૂધ હાલમાં ૫.૦ લાખ લીટર છે તે આવનારા બે વર્ષમાં ૧૦ (દશ) લાખ લીટર થાય તેવા આશીર્વાદ આપ્યા. સૌનો સાથ સૌનો વિકાસ અને વિના સહકાર નહીં ઉધ્ધાર ના સુત્રને સાર્થક કરવા સંચાલકોને આશીર્વાદ આપ્યા હતા.સ્વામીનારાયણ મંદિરના સંતે પણ આર્શીવચન આપી સ્વામીનારાયણ મંદિર ધ્વારા એમ.પી.શાહ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં તા.૨૯/૦૪/૨૦૨૩ થી તા.૦૫/૦૫/૨૦૨૩ સુધી આયોજન ભાગવત કથામાં પધારી કથાનો સહકુટુંબ લાભ લેવા ભાવભીનું આમંત્રણ પાઠવેલ છે.સુરસાગર ડેરી પરિવારનુ આયોજન જોઈ તમામ સાધુ સંત ભુવાશ્રીઓએ હરખથી મલકારી અનેરો સંતોષ વ્યકત કર્યો હતો.