મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણને દેશના ગરીબ, વંચિત, મધ્યમ વર્ગને વિકાસના અનેક નવીન અવસરો આપીને તેમની આશા-અપેક્ષા સંતોષતું તેમજ અમૃતકાળમાં ભારતને “વિકસિત રાષ્ટ્ર” બનાવવાની માન. પ્રધાનમંત્રીશ્રીની સંકલ્પનાને ચરિતાર્થ કરતાં કેન્દ્રીય બજેટને રજૂ કરવા બદલ અભિનંદન પાઠવ્યા...  

સર્વસમાવેશી વિકાસ, લાસ્ટ માઇલ ડિલીવરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્વેસ્ટમેન્ટ, ગ્રીન ગ્રોથ, યુવાશક્તિ, નાણાં ક્ષેત્ર અને દેશવાસીઓની ક્ષમતાઓને બહાર લાવવા જેવા સાત પાસાઓ – “સપ્તર્ષિ”ને પ્રાધાન્ય આપતું આ બજેટ ભારતના વિકાસને નવા શિખરે પહોંચાડશે : મુખ્યમંત્રી