ડીસાના ગ્રામીણ વિસ્તારમાં ફરી લોકોને માહિતગાર કર્યા બાદ હવે વિકસિત ભારત સંકલ્પ યાત્રાએ શહેરમાં પ્રવેશ કર્યો છે અને નગરપાલીકા, મહારાણા પ્રતાપ હાઇસ્કુલ સહિત વિવિધ જગ્યાએ ફરી સરકારની વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી હતી.

ભારત સરકારની વિવિધ વિભાગોને લગતી 17 જેટલી યોજનાઓની માહિતી લાભાર્થીઓને આપી લાભ મળવાપાત્ર લાભાર્થીઓની નોંધણી કરવામાં તેમજ માહિતી અને માર્ગદર્શન આપવા અને યોજનાઓ વિશે જનજાગૃતિ માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ફરી રહ્યો છે. ત્યારે ડીસા શહેરની શ્રી મહારાણા પ્રતાપ હાઇસ્કુલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા તેનું સ્વાગત કરી સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું અને વિકસિત ભારત બનાવવા માટે શપથ ગ્રહણ કરાયા હતા.

આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળી, ડીસા પાલિકા પ્રમુખ સંગીતા દવે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉત્તર ઝોન ઇન્ચાર્જ હરેશ ચૌધરી, યાત્રાના ઇન્ચાર્જ અમૃત દવે, જિલ્લા મહામંત્રી સંજય બ્રહ્મભટ્ટ, વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગન માળી, ડીસા એ.પી.એમ.સી. ચેરમેન ગોવાભાઈ દેસાઈ, શહેર ભાજપના મહામંત્રીઓ અશોક પટેલ, કનુભાઈ જોષી સહિત પાલિકાના સદસ્યો, વિભાગોના અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.