આણંદ જિલ્લાના એક ગામમાં રહેતી ૧૬ વર્ષીય સગીરા પર લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજારનાર ખંભાતના યુવકને ૨૦ વર્ષની સખત જેલની સજા ફટકારી છે તેમજ ૭૫ હજારનો દંડ ફટકાર્યો છે.

પ્રાપ્ત માહિતીનુસાર, ખંભાતના ધુવારણ સ્થિત કઠાણા ભાટીયાપુરા સીમ ખાતે રહેતા સંજય ઉર્ફે અલ્લો ઈશ્વર પરમાર રહે છે.વર્ષ-૨૦૧૮માં તે ૧૬ વર્ષની સગીરાના સંપર્કમાં આવ્યો હતો.દરમિયાન તેણે પરિચય કેળવીને પટાવી ફોસલાવીને લગ્નની લાલચ આપી ભગાડી જઇ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.આ અંગેની પરિવારજનોને જાણ થતાં તેમણે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.યુવકને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યો હતો.સમગ્ર કેસની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાતા ખંભાત કોર્ટમાં કેસ ચાલ્યો હતો.જ્યાં સરકારી વકીલ જે.એસ.ગઢવીએ 28 દસ્તાવેજી પુરાવા અને 9 સાક્ષી તપાસ્યા હતા.જ્યાં ફરિયાદીની જુબાની મહત્વની સાબિત થઈ હતી.કોર્ટે ગ્રાહ્ય રાખીને યુવકને 20 વર્ષની સખત જેલની સજા અને રૂપિયા 75 હજારનો દંડ ફટકાર્યો હતો.જો દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની સજા ફટકારી હતી.આ ઉપરાંત પીડિતાને ૪ લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે.

નોંધનીય છે કે, આજકાલ લંપટીયા યુવકો રોડ રસ્તાઓ રખડીને યુવતીઓ, મહિલાઓને સોશિયલ માધ્યમના સહારે તેમજ પીછો કરી પરિચય કેળવીને ફોસલાવીને પટાવી યુવતી-મહિલાઓનું જીવન બરબાદ કરતા હોય છે.આવા કિસ્સાઓમાં દીકરીઓ પોતાનો અભ્યાસ છોડી દેવું પડે છે.તેમજ ઘરની બહાર નીકળવા ભય અનુભવે છે.રોડ રસ્તાઓ, તેમજ પાનના ગલ્લાઓ, શાળા-કોલેજોની આસપાસ, ખડકીઓ, મહોલ્લાની અવર-જવર વાળા જગ્યાએ ટોળું થઈ ઉભા રહી અવર-જવર કરતી મહિલાઓ-દીકરીઓને હેરાન પરેશાન કરતા હોય છે તે દિશાએ પોલીસ કડક કાર્યવાહી હાથ ધરે તેવી માંગ પ્રબળ બની છે.જેથી આવા કિસ્સાઓ અટકાવી શકાય.

(સલમાન પઠાણ-ખંભાત)

Mo : 9558553368