રાજ્યમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતો વધી રહ્યા છે, પાવાગઢના યાત્રિકો સાથે મોટો અકસ્માત સર્જાયો છે. બાવામન મસ્જિદ પાસે વાહન પલટી જતાં આ અકસ્માત થયો હતો, જેમાં 18 લોકો સવાર હતા. આ ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે 16 લોકો ઘાયલ થયા છે, જેમાં બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે અને બાકીના 14 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક સ્થળોએ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.

અકસ્માતમાં યાત્રાળુઓના વાહનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બાવામન મસ્જિદ પાસે કોઈ કારણસર મુલાકાતીઓથી ભરેલું ખાનગી વાહન પલટી ગયું હતું.
આ ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને 14 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતને પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા અને લોકોને બસમાંથી બહાર કાઢ્યા હતા. બનાવની જાણ પાવાગઢ પોલીસને કરવામાં આવી હતી. બનાવની જાણ થતા પાવાગઢ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને હાલોલ રીફર કર્યા હતા. જ્યારે પોલીસે બસ નીચે દટાઈ ગયેલી મૃતક મહિલાની લાશને બહાર કાઢી પીએમ કરાવી કાર્યવાહી શરૂ કરી હતી. બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.