ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે. જેમાં અલગ-અલગ મુદ્દાઓને લઇને ચર્ચા કરવામાં આવશે.આજની આ કેબિનેટ બેઠકમાં મહત્વના મુદ્દાઓની સમીક્ષા કરાશે. જેવાં કે, રાજ્યમાં હાલ વરસાદની સ્થિતિ કેવી છે તેમજ જળાશયોમાં પાણીની આવક કેટલી છે તેમજ વરસાદના કારણે ક્યાં કેવી પરિસ્થિતિ છે જેવાં વરસાદને લગતા અનેક મુદ્દાઓની બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. એ સિવાય પાક નુકસાનીના સર્વે અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. બીજી બાજુ સમગ્ર રાજ્યમાં પશુઓની અંદર લમ્પી વાયરસે કહેર વર્તાવ્યો છે.

  • બેઠકમાં અલગ-અલગ મુદ્દાઓ પર કરાશે ચર્ચા
  • વરસાદની સ્થિતિ,લમ્પી વાયરસ મુદ્દે કરાશે ચર્ચા
  • પાક નુકસાનીના સર્વે પર કરાશે સમીક્ષા

લમ્પી વાયરસની વર્તમાન સ્થિતિ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેમજ પશુઓને લમ્પી વાયરસથી બચાવવા શું ઉપાયો કરવા તે અંગે પણ બેઠકમાં સમીક્ષા કરાશે. એ સિવાય PM મોદી તારીખ 27 અને 28 ઓગસ્ટના રોજ ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓના પ્રવાસને  લઇને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.