ખંભાતમાં જુદી જુદી જગ્યાએ દેશીદારૂનો વેપલો કરતા ઈસમોને ખંભાત પોલીસે ઝડપી પાડી પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.ખંભાતના નગારચીવાડ ત્રણ લીમડી ખાતેથી આબેદીન ઉર્ફે મામૂ સૈયદ આમીર સૈયદને ત્રણ લીટર દેશીદારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યું છે.જ્યારે નારેશ્વર તળાવ પાસેથી મહિલા મંગુબેન નારણભાઈ વાઘરીને ત્રણ લીટર દેશીદારૂ સાથે ઝડપી પાડી છે.જ્યારે પાધરીયા વિસ્તારમાંથી લથડીયા ખાતા જયેશ દિનેશભાઈ પરમારને ઝડપી પાડી ત્રણ ઈસમોની સામે કાર્યવાહી હાથ ધરી છે.

(સલમાન પઠાણ-ખંભાત)