ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક મામલે ચોંકવનારા ખુલાસા થઇ રહ્યાં છે. આંતરરાજ્ય ગેંગ દ્વારા પેપરલીક કરવામાં આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓ વિવિધ રાજ્યોના હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીમાં મુખ્ય સૂત્રધાર શેખર અને પ્રદીપ નાયક છે. પેપરલીકમાં કેતન બારોટ અને ભાસ્કર ચૌધરીનું પણ નામ સામે આવ્યું છે. પેપરલીક મામલે વડોદરાના સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસના સંચાલક ભાસ્કર ચૌધરીની સંડોવણી સામે આવી છે. વડોદરાના અટલાદરા બીલ રોડ પર આવેલા ક્લાસીસ પર મોડી રાત્રે ATSની ટીમ ત્રાટકી હતી. જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જુનિયર ક્લાર્ક પેપર લીકને લઈ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવે બાયડના આરોપી કેતન બારોટ ની કુંડળી સામે આવી છે. વૈભવી કારોના શોખીન કેતન બારોટ હાલ પોલીસ ગિરફ્તમાં છે. મહત્વનું છે કે, 9 વર્ષથી એડમિશનની દુનિયામાં કેતન બારોટ નું મોટું નામ છે. મહત્વનું છે કે, બોગસ એડમિશન મામલે કેતન બારોટ જેલમાં રહી ચુક્યો છે આ સાથે આ આરોપી દિલ્હીની તિહાડ જેલમાં પણ રહી ચુક્યો છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
અગાઉ પણ પેપરલીક કાંડનો આરોપી કેતન બારોટ જેલમાં રહી ચૂક્યો છે. મહત્વનું છે કે, હાલ વૈભવી કારોનો શોખીન કેતન બારોટ હાલ પોલીસ ગિરફ્તમાં છે. મહત્વનું છે કે, દિશા ઇંજ્યુકેશન કન્સલ્ટન્સીના નામે ગોરખધંધા ચાલી રહ્યા હોવાનું અને બાયડ અને અમદાવાદ ખાતે પણ આ કેતન બારોટ સંપત્તિ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. જોકે હાલમાં સમગ્ર મામલે ગુજરાત એટીએસ આરોપીની પૂછપરછ કરી રહી છે. આજે રાજ્યના કુલ 2,995 પરીક્ષા કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા યોજાવાની હતી. પરંતુ આ પરીક્ષાનું અચાનક પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થયા બાદ રદ કરવામાં આવી છે. આ અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા આ મામલે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જાહેર કર્યો પરિપત્ર
જેમાં જણાવ્યા પ્રમાણે જુનિયર કલાર્ક (વહીવટ/હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.29- 1- 2023 (રવિવાર)ના રોજ સવારે 11 થી 12 કલાક દરમિયાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. 29-01-2023ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તેની પાસેથી ઉપરોક્ત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ છે. ઉપરોક્ત બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ ઉમેદવારોના વિશાળ હિતમાં તા.29-01-2023ના રોજ સવારે 11-00 કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા 'મોકુફ' કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે, સદર પરીક્ષા નવેસરથી વહેલી તકે ત્વરીત યોજવામાં આવશે, જેની તારીખ મંડળ દ્વારા ટુંક સમયમાં હવે પછી જાહેર કરવામાં આવશે.
*પેપરકાંડના મુખ્ય આરોપી*
• પ્રદિપ નાયક - મુખ્ય આરોપી ( હૈદરાબાદ
• જીત નાયક - હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસ ( હૈદરાબાદ
• મોરારિ પાસવાન - જીત પાસેનું પેપર પ્રદિપને આપ્યું ( બિહાર)
• ભાસ્કર ચૌધરી - કોચિંગ સંચાલક ( વડોદરા )
• કેતન બારોટ - ભાસ્કરનો મિત્ર ( અમદાવાદ )
*કયારે-કઈ પરીક્ષાના પેપર ફૂટ્યા?*
2014- રેવન્યુ તલાટીની ભરતી
2014- ચીફ ઓફિસર
2015- તલાટીની પરીક્ષા
2018- મુખ્ય સેવિકાની પરીક્ષા
2018- નાયબ ચિટનીસની પરીક્ષા
2018- લોક રક્ષક દળ
2018- શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી TAT
2019- બિન સચિવાલય ક્લાર્ક
2021- હેડ ક્લાર્ક
2021- DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી
2021- સબ-ઓડિટર
2022-વનરક્ષકનું પેપર ફૂટ્યું
2022- જૂનિયર કલાર્ક