અંબાજી ખાતે ખોડીયાર જયંતિ નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે આવેલા ખોડીયાર માતાજી ના મંદિરે માતાજીની આરતી કરી 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. તો નગરમાં ખોડીયાર જયંતિ નિમિત્તે માતાજી ની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી. આ ભવ્ય શોભાયાત્રા માં મોટી સંખ્યામાં માઇ ભક્તો જોડાયા હતા. ઉત્સાહપૂર્વક મા ખોડીયાર ની ભવ્ય શોભાયાત્રા અંબાજી નગરમાં નીકળવામાં આવી હતી. તો માં જગતજનની અંબાના ધામ અંબાજી મા ખોડીયાર જયંતિ નિમિત્તે 251 કિલ્લો સુકડીનો પ્રસાદ સાથે 60 કિલ્લો બુંદીનો પ્રસાદ ખોડીયાર માતાજી ના મંદિરે અને શોભાયાત્રામાં આવેલા તમામ માઇભક્તોને આપવામાં આવ્યો હતો. ખોડીયાર જયંતિ નિમિત્તે અંબાજી માં ધૂમધામથી શોભાયાત્રા નીકળવામાં આવી હતી. તો સાંજે ખોડીયાર ચોકમાં ભજન કલાકારો દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ રાખવા મા આવેલો છે.

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |