રાધનપુર: જુનિયર ક્લાર્કનું આવતી કાલે પેપર હોવાથી વિદ્યાર્થીઓ પરેશાન જોવા મળ્યા,11 વાગ્યાથી 12 વાગ્યા નાં સમયગાળા વચ્ચેના પેપરમાં 9 વાગ્યે સ્થળ પર પહોંચવા નો ઉલ્લેખ છે.તો પરીક્ષા સ્થળે 9 વાગ્યે પહોંચવાનો હોલ ટિકિટમાં પણ ઉલ્લેખ કરાયો છે ત્યારે રાધનપુર ડેપોમાં બસની સગવડ મળે તેવી વિદ્યાર્થિઓ ની માંગ ઉઠી છે.સવારે 9 વાગ્યે પહોંચવા વિદ્યાર્થીઓ રાત્રે નીકળ્યા છે તો રાત્રી દરમિયાન બસ ની સગવડ ન થતા વિદ્યાર્થીઓ ફસાયા છે.સમયસર પહોંચવા પ્રયાસ પરંતુ બસમાં સગવડ નહિ મળતા અટવાયા વિદ્યાર્થિઓ અને રાધનપુર ડેપોમાં ફસાયેલા વિદ્યાર્થીઓ બસની સુવિધા મળે તેવી માંગ કરી છે.
રિપોર્ટર: અનિલ રામાનુજ રાધનપુર