કડી : નાની કડી રોડ ઉપર આવેલા મેઘના છાત્રાલય પાસે યુવક બુલેટ લઈને ઘરે જઈ રહ્યો હતો. જે દરમિયાન બાલાપીર ચોકડી તરફથી આવી રહેલા પીકઅપ ડાલાએ બુલેટ સવારને પાછળથી ટક્કર મારતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યાં હોસ્પિટલ ખસેડતા તેનું મોત નીપજ્યું હતું. જ્યાં કડી પોલીસે પીકઅપ ડાલા વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

નાની કડી વિસ્તારમાં આવેલી ભગવતી સોસાયટીમાં રહેતા વિજય પટેલ કે, જેઓ કડી સંતરામ શોપિંગમાં ભવાની સિલેક્શન નામની દુકાન ધરાવે છે અને વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. વિજય પટેલ પોતાનું બુલેટ લઈને દુકાનેથી પોતાના ઘરે જઈ રહ્યો હતો. જે દરમિયાન મેઘના છાત્રાલય પાસે પહોંચતા બાલાપીર ચોકડી તરફથી આવી રહેલા પીકઅપ ડાલાએ પાછળથી ટક્કર મારતા તે રોડ ઉપર પછડાયો હતો અને અકસ્માત સર્જાયો હતો. જ્યાં અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. જ્યાં યુવક વિજય પટેલને નજીકની સત્યમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું કરુણ મોત નીપજ્યું હતું.

જ્યાં યુવકના મોતના સમાચાર મળતા લોકોના ટોળેટોળા હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. પરિવારમાં શોક પ્રસરી ગયો હતો. જ્યાં ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ દોડી આવી હતી અને પીકઅપ ડાલા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંઘી હતી. પણ ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ જતા, તેની શોધખોળ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.