બનાસકાંઠા એલ.સી.બી. પાલનપુરની ટીમ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી છે. અંબાજી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બે વર્ષ અગાઉ બનેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને એલ.સી.બી. પાલનપુરની ટીમે પકડી પાડ્યો છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આજરોજ એલ.સી.બી ના સ્ટાફના માણસો અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી મળેલી બાતમી હકીકતના આધારે અંબાજી ગબ્બર રોડ ઢાળ ઉપરથી તીનખા રૂપાભાઇ ડુંગાઇચા (રહે.ગામ.વિરમવેરી પોસ્ટ.સેબલપાણી તા.દાંતા) ને પકડી લીધો હતો.
જેની પાસેથી બે મોબાઇલ ફોન મળી આવેલા જેના બિલ તથા આધાર પુરાવા માગતા તેની પાસે ના હોય જે બે મોબાઇલ પૈકી એક રીયલમી કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન તથા બીજો સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જે બંન્ને મોબાઇલ ફોનની કિ.રૂ.16,000/- ની ગણી CRPC કલમ.102 મુજબ કબ્જે કરી અંબાજી પોલીસ સ્ટેશને CRPC કલમ.41( 1 ) ડી,102 મુજબ સ્ટેશન ડાયરીએ નોંધ કરાવી આગળની કાર્યવાહી કરવા સોપેલ છે.