જસદણમાં કડકડતી ઠંડીમાં અન્નદાતા પિયત કરવા મજબૂર દિવસ દરમિયાન લાઈટ આપવા ખેડૂતોની માંગ  જસદણ વિસ્તારના ખેડૂતો ને એમના ખેત વિસ્તારમાં રાત્રીના સમયે વીજ પુરવઠો મળતા ખેડૂતોન ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ભારે કોલ્ડ વેવના કારણે સલામતી રાખવા માટે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે રાત્રિના સમયે કામ વગર બહાર નહિ નીકળવા અપીલ કરી છે ત્યારે ખેતી વાળા વિસ્તારમાં રાત્રિના સમયે વીજ પુરવઠો આપવામાં આવતા ધરતીપુત્રોને આવી કડકડતી ઠંડીમાં ખેતરોમાં પિયત કરવા મજબૂર થવું પડી રહ્યું છે. ત્યારે રાત્રીના સમય એ જસદણ તાલુકાના જસાપર,જસદણ ,પીપળીયા, વિરનગર,પાચવડા, ગામોના ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ દિવસ દરમીયાન વીજ માગ સાથે મિટિંગ કરી હતી અને આગેવાનો અને ખેડૂતોએ મામલતદાર અને PGVCL ને આવેદન પત્ર આપ્યું હતું અને દિવસે વીજળી આપવાની માગ કરી હતી જો દિવસ દરમિયાન વીજળી નહિ મળે તો ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं