નેતાજી સુભાષચંદ્રની જન્મ જયંતીના નિમિત્તે પરાક્રમ દિવસ યોજાયોવિચારધારા ચર્ચા, ફીટ યુવાન નુક્કડ નાટક, વિવિધ સ્પર્ધાઓ પ્રશ્નોત્તરી અને ચિત્રકલા કરવામાં આવીદાહોદ તારીખ 23/1/2023 : યુવા કાર્યક્રમ ખેલ મંત્રાલય ભારત સરકાર અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર દાહોદ દ્વારા તારીખ 23/1/2023 ના રોજ દેશના સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીના નિમિત્તે પરાક્રમ દિવસ યોજવામાં આવ્યો. (રિપોર્ટ - રાજ કાપડિયા 9879106469 -- સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો) જન્મજયંતી કાર્યક્રમ સરકારી ઈજનેર કોલેજ ખાતે યોજાવવામાં આવ્યું હતું જેના ઉજવણીની મુખ્ય પ્રવૃત્તિઓમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની વિચારધારા ઉપર ચર્ચા કરવામાં આવી સાથે સ્વતંત્રતા અંગેની એક રોચક પ્રશ્નોત્તરી હરીફાઈ, આઝાદીના અમૃત મહોત્સવના વિષય ઉપર ચિત્રકલા સ્પર્ધા અને યુવાનો દ્વારા ફીટ યુવાન અંગેનો નુક્કડ નાટકનો પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય રૂપથી NSSના પ્રોગ્રામ ઓફિસર શ્રી મનોજસિંહ અને સરકારી ઇજનેર કોલેજનો સ્ટાફ પણ હાજર હતા. તે બદલ જીલ્લા યુવા અધિકારીશ્રી અજીત જૈન દ્વારા તમામ યુવાનો અને કોલેજ સંસ્થાનો આભાર આપવામાં આવ્યું હતું.