ચુંવાળ પંથકના રણુજા સમાન અમદાવાદ જિલ્લાના દેત્રોજ ગામના અલખધામ ખાતે મહાસુદ એકમને રવિવારે ધનાલીના મનીષ બાપુના માર્ગદર્શન મુજબ બાબા રામદેવપીરનો પશ્ચિમિયો પાટ પૂરવામાં આવ્યો હતો.

દિવ્ય જ્યોતપાટનો ફૂલ હાર અને અક્ષત કુમકુમ વડે શણગાર કરાયો હતો.આદ્ય શિવશક્તિની આગેવાનીમાં રામદેવ વિરમદેવ ગોરખનાથ ભૈરવદાદા ગરુડજી ગાય બકરી હાથી ઘોડાનું સ્થાપન કરવામાં આવ્યું હતું.જ્યોત પ્રાગટય વેળા સૌ શ્રદ્ધાળુ ભક્તોએ બાબાનો જયજયકાર કર્યો હતો અને પધારેલ હરિ ભક્તો ભજનિકો સંતો મહંતોએ ગણેશ વંદના શિવ સ્તુતિ ગુરુમહિમા દેવી આહ્વાન સહિત બાબાના સવાયા ભજનો પ્રસ્તુત કર્યા હતા.બાબાના ભાવિક ભક્તોએ પાટપૂજન અને ભજન સંધ્યા પ્રસંગને દિલથી માણ્યો વખાણ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન ભગત અમરતભાઈ રબારી પરિવારે કર્યું હતું.