મણિપુર : હિંસાગ્રસ્ત રાજ્ય મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમનો આ વીડિયો વાયરલ થયા બાદ રાજ્યમાં સીએમ બિરેન સિંહના રાજીનામાની માંગ થઈ રહી છે. આ સંદર્ભે કવિ કુમાર વિશ્વાસ એ પ્રતિભાવ આપ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ કુમાર વિશ્વાસે મણિપુર સરકારના સીએમને ટેગ કરીને ટ્વીટ કર્યું હતું કે ખુરશી તમારી અંતિમવિધિ છે, નહીં? જો તમે કશું કરી શકતા નથી તો તમે નીચે કેમ નથી ઉતરતા ?