પાવીજેતપુર તાલુકાની મોટીઆમરોલ પ્રાથમિક શાળામાં શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ કાર્યક્રમ યોજાયો

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

               પાવીજેતપુર તાલુકાની મોટીઆમરોલ પ્રાથમિક શાળા નંબર એકમાં શૈક્ષિક મહાસંઘ, પાવીજેતપુર દ્વારા કર્તવ્ય બોધ કાર્યક્રમ ઉત્સાહ ઉમંગ સાથે યોજાયો હતો.

               પાવીજેતપુર તાલુકાની મોટીઆમરોલ પ્રાથમિક શાળાના શિક્ષક અને શૈક્ષિક મહાસંઘના મંત્રી એવા અશ્વિનભાઈ રાઠવા એ જણાવ્યું હતું કે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તેમજ દેશના વિદ્વાનોના જીવન ચરિત્ર માંથી કોઈ બોધ પાઠ મેળવે તે હેતુસર ૨૧ જાન્યુઆરી શનિવારના રોજ શૈક્ષિક મહાસંઘ, પાવીજેતપુર દ્વારા કર્તવ્ય બોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લા શૈક્ષિક મહાસંઘના ઉપાધ્યક્ષ નિતેશભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે મહાનુભવોના જીવન દ્વારા પોતાના કર્તવ્ય પ્રત્યે નિષ્ઠાવાન બનવા માટે તેઓના જીવન ચરિત્રને અનુસરવું પડશે. સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ વગેરેના જીવન ચરિત્ર અંગે વિસ્તારથી સમજ આપી બાળકોને આ મહાનુભવોના જીવનમાંથી બોધ પાઠ લેવાનું આહવાન કરવામાં આવ્યું હતું. આ સમયે શાળાના આચાર્ય કિશોરભાઈ રાઠવા, માધ્યમિક શાળાના આચાર્ય પ્રવીણભાઈ, શૈક્ષિક મહાસંઘના મંત્રી અશ્વિનભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. 

       આમ, પાવીજેતપુર તાલુકાની મોટી આમરોલ પ્રાથમિક શાળામાં શૈક્ષિક મહાસંઘ, પાવીજેતપુર દ્વારા કર્તવ્ય બોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.