સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા હીરા કારખાનેદારોને અપીલ કરવામાં આવી છે. પેલી ડિસેમ્બરે મતદાનના દિવસે વધુમાં વધુ રત્ન કલાકારો લોકશાહીના પર્વમાં જોડાઈને મતદાન કરી શકે માટે આ એક દિવસ કારખાનાઓ બંધ રાખવા અપીલ કરી છે. ઉત્તર વિધાનસભા વિસ્તારમાં મહાનગરપાલિકાના પાંચ પે & પાર્ક સ્થળોએ મતદારો પોતાના વાહનોનું વિનામુલ્યે પાર્કિંગ કરી શકશેઃઆ અંગે ડાયમંડ એસોસિએશનના મંત્રી દામજી માવાણીએ જણાવ્યું હતું કે 1લી ડિસેમબરના રોજ દુનિયાની સૌથી મોટી લોકશાહીના ચૂંટણી પર્વ નું મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે લોકશાહીના ચૂંટણી પર્વ નિમિત્તે મતદાનના અધિકારનો સુરતના સૌરચના કલાકાર ભાઈઓ અને બહેનો તેમજ કર્મચારીઓ વધુમાં વધુ ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક કારખાનેદાર ભાઈઓને મતદાનના આ દિવસે રજા આપવા સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ૧૬૦-ઉત્તર વિધાનસભા મતદાર વિભાગમાં તા. ૦૧/૧૨/૨૦૨૨ના દિવસે મતદારો પોતાના વાહનો સરળતાથી પાર્ક કરી મતદાન મથક સુધી પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે નિ: શુલ્ક (ફ્રી) પાર્કિંગની સુવિધા કરવામાં ઉપલબ્ધ કરવામાં આવી છે. આ વિધાનસભામાં આવેલા મહાનગરપાલિકા સંચાલિત ફાલ્સાવાડી, દિલ્હી ગેટ તથા ટાવરરોડના ઝાંપાબજાર, બેગમપુરાનું પાર્કિંગ તેમજ લાલદરવાજાના વિનસ હોસ્પિટલની સામે આવેલ પાર્કિંગ જયારે કતારગામ, ગોટલાવાડી બ્રિજની નીચેના પાર્કિંગ પર મતદારો તેમના વાહનો વિના મૂલ્યે પાર્ક કરી શકશે.