ગુજરાત વીજ નિયમન પંચે ગુજરાત ઉર્જા વિકાસ નિગમની ચાર કંપનીઓને ફ્યુલ પ્રાઇઝ એન્ડ પાવર, પરચેઝ એગ્રીમેન્ટ અંતર્ગત યુનિટ દીઠ 25 પૈસાનો વધારો ઝિંક્યો છે. આના કારણે ગુજરાતના વીજ ગ્રાહકોના માથે માસિક 245.8 કરોડ રૂપિયા અને વાર્ષિક 2950 કરોડ રૂપિયાનો આર્થિક બોજ વધ્યો છે. જે ભાવમાં વધારા સામે બનાસકાંઠાના ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો હતો. આપના આગેવાનોનું માનવુ છે કે, હાલમાં શ્રમિક, ખેડૂત, નાના વેપારી અને નાના ઉદ્યોગકારો સહિત ગુજરાતનો મધ્યમ અને ગરીબ વર્ગ મોંઘવારીના ચક્કરમાં પીસાઈ રહ્યો છે. 

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મોંઘવારી અને બેરોજગારી જ્યારે ચરણ સીમા પર છે. ત્યારે આ ભાવ વધારો એ નાના અને મધ્યમ વર્ગના લોકો પર કમર તોડ ફટકા સમાન છે. ત્યારે સરકારે લોકોના હિતમાં તાત્કાલિક અસરથી ભાવ વધારો રદ કરવો જોઈએ તેવી માગ સાથે આપના આગેવાનોએ નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમા ચૌધરી અને જિલ્લા પ્રમુખ ડો. રમેશ પેટલે જણાવ્યું હતું કે, જો સરકાર સમયસર ભાવ વધારો પાછો નહીં ખેંચે તો ન છૂટકે લોકોના હિતમાં આમ આદમી પાર્ટીએ આંદોલન પણ ઉતરવું પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.