ચાલુ સાલ એપ્રિલ મહિનામાં રામનવમી શોભા યાત્રા દરમિયાન છાપરીયા વિસ્તારમાં પથ્થરમારા નો બનાવ બનેલ હતો, ત્યારબાદ તોફાનો ફેલાઈ જતા શહેરમાં અજંપા ભરી સ્થતિ સર્જાઈ હતી, બીજા દિવસે હસન નગર વણઝારાવાસ માં આમને સામને પથ્થરમારો થયો હતો જ્યાં આગજની પણ કરવામાં આવી હતી, બેકાબુ તોફાની તત્વો પર લાઠી ચાર્જ તેમજ ટિયર ગેસના સેલ છોડાયા હતા અને તોફાનો કાબુમાં લીધા હતા, ત્યાર બાદ ધરપકડ નો દોર ચાલુ થયો હતો, જેમાં તોફાનો દરમ્યાન કેટલાક તોફાનીઓ નાસતા ફરતા હતા જેઓ પોલિસને હાથ લાગ્યા ના હતા, જેની ફરિયાદ હિંમતનગર બી ડીવીજન ના ચોપડે નોંધાઈ હતી, નાસતા ફરતા આ આરોપી ની મંગળવાર ના રોજ બાતમી મળતા સા.કા. એલ.સી.બી. પી.આઈ. એમ બી ચંમપાવતના ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી યુ મુરીમાં પેરોલ ફ્લો સ્કોડ તથા સ્ટાફ એ બાતમી ના આધારે હસનનગર વણઝારા વાસ અલગ અલગ વાહનોમાં જઈ કોમ્બિંગ હાથ ધરી ગુનાના નાસતા ફરતા 8 આરોપીઓ ને એલ સી. બી કચેરી લાવી તેમની ખરાઈ કરી આગળની કાર્ય વાહી કરવા બી ડિવિઝન પોલીસ સ્ટેશન લઇ ગયા હતા, તોફાનોમાં સંડોવાયેલ મોહસીનમીયા રસુલમિયા શેખને પણ મહેતાપુરા થી ઝડપી લેવામાં આવ્યો હતો.

પકડાયેલ આરોપીઓ :

1. નરસિંહભાઇ જીવાજી વણઝારા

2. સંજય મગનજી વણઝારા

3. સુનિલ લાડુજી વણઝારા

4. અજય બદાજીવણઝારા

5. કરણ લાખાજી વણજારા

સુરજભાઈ લાખાજી વણઝારા

7. વિજયભાઈ માંગીલાલ વણઝારા

8. અનિલ તેજાજી વણઝારા ઉર્ફે અર્જુન

રિપોર્ટર : વારિસ સૈયદ

હિંમતનગર.