રાજુલા તાલુકાના ડુંગર ગામ નજીક જંગલ વિસ્તારમાં ચાર શિકારીઓએ એક નીલ ગાયનો શિકાર કર્યા બાદ તેના માસનું ભોજન કર્યું હતું અને સૂપ પણ પીધું હતું .
જેની તસવીરો વાયરલ થયા બાદ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવીછે જ્યારે અન્ય બે હજુ પણ ફરાર છે . તાજેતરમાં ધારી ગીર પૂર્વમાં સેમરડી નજીક શિકારની ઘટના સામે આવી હતી,ત્યાં વધુ એક વખત બૃહદગીર વિસ્તારમાં ધારી તાલુકાના ડુંગર ગામના જંગલ વિસ્તારમાં આ પ્રકારની ઘટના બની છે . ચાર આરોપીઓ દ્વારા છરાની મદદથી નીલ ગાયનો શિકાર કરીને તેને કાપવામાં આવી હતી અને તે પછીસમગ્ર ઘટનાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વન વિભાગ તાત્કાલિક એક્શનમાં આવી ગયું હતું અને આરોપીઓની ઓળખ કરીને બેની ધરપકડ કરી લેવામાં આવી છે.જ્યારે અન્ય બે હજુ પણ ફરાર છે ઘટનાને વધુ વિગતો આપતા જાફરાબાદના આરએફઓ વાઘેલાએ જણાવ્યું કે , વન વિભાગ દ્વારા ચાર આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી જેમાંથી સિકંદરશા પઠાણ અને અલીશા પઠાણની ધરપકડ કરી લેવામાં આવી છે . જ્યારે ઇજાક જાખરા અને ઈકબાલ જાખરા નામના આરોપીઓ હજુ પણ ફરાર છે જેની શોધખોળ ચાલી રહી છે . આ ચારે આરોપીઓ રાજુલાના ડુંગર ગામના વતની છે .