બારડોલી તાલુકાના નાની ભટલાવ ગામ ખુબ જ નાનુ અને મહત્તમ આદિવાસી વસતિ ધરાવે છે. પરંતુ ગામના લોકોના ઉંચા વિચારથી ગામની શિક્ષણ ક્ષેત્રે ઓળખ ઊભી થઈ છે. ગામની નજીક શેરડી કાપવાના પડવામાં રહેતા નાના બાળકો જે પોતાના પરિવાર સાથે આવતાં તેમનું ભણવાનું બંધ થઈ જાય છે. જેની ચિંતા ગામના સરપંચને થતાં તેણે એનઆરઆઈ સંસ્થાનો સંપર્ક કરી ગામ નજીક રહેતા પડાવમાં સરવે કરી 35 છોકરાઓને અભ્યાસ કરાવી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં આવી શાળા કદાચ પ્રથમ હશે.