છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાવીજેતપુર પોલીસ સ્ટેશનના કોલીયારી ગામ પાસેથી કિ.રૂ.૭૮,૮૪૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડયો
છોટાઉદેપુર જિલ્લા એલસીબી દ્વારા બાદની આધારે પાવી જેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાકાબંધી કરી કોલીયારી ગામ પાસેથી ૭૮,૮૪૦/- નો વિદેશી દારૂ, તેમજ કાર ની કિંમત ૨ લાખ મળી કુલ ૨,૭૮,૮૪૦/- ના મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.
લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો પાવીજેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીહોદ ત્રણ રસ્તા પાસે વાહન ચેકીંગની કામગીરી દરમ્યાન એક શંકાસ્પદ ગાડી આવતા તેને રોકવાનો પ્રયત્ન કરતા તે રોકેલ નહીં અને સીહોદ-વાંકી રોડ ઉપર પુરી ઝડપે ભગાડતા તેને પકડવા પીછોકરી કોલીયારી ગામે વદેસીયા ફળીયામાં રોડની સાઇડમાં ગાડીના ચાલકે પોતાની ગાડી ઉભી રાખી નાસવા લાગતા તેનો પીછો કરતા જે પકડાયેલ નહીં જેથી ગાડીમાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૩૬૦ કિ.રૂ.૭૮,૮૪૦/- ના મુદ્દામાલ સાથે દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ ફોર વ્હીલર ગાડી નંબર WB-20H-2877 જેની કિંમત ૨ લાખ મળી કુલ ૨,૭૮,૮૪૦/- નો મુદ્દામાલ પકડી પાડી પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવી છે.
આમ, છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસ દ્વારા પાવીજેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કોલીયારી ગામ પાસેથી ૭૮,૮૪૦/- નો વિદેશી દારૂ તથા કાર ની કિંમત ૨ લાખ મળી કુલ ૨,૭૮,૮૪૦/- નો મુદ્દા માલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.