પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયેલ  મોટા ભાગના ભારતીયો હાલમાં વિદેશી સંસ્કૃતિ અને તેઓના રીત રિવાજ અને જીવશૈલીની નકલ કરી દેખાડો કરવા તેઓની સંસ્કૃતિને જોઈ તેઓની  દેખા દેખીમાં  જન્મદિવસ ઉજવણીની પાર્ટી રાખી કેક કાપવાનો એક રિવાજ થઈ ગયો છે. ત્યારે પાવાગઢ ડુંગર ઉપર રહેતા સ્થાનિક વેપારી તેમજ પત્રકાર  દિપક તિવારીએ  નવો જ ચીલો ચાતરી પોતાના જન્મ દિવસની ઉજવણી ભારતીય સંસ્કૃતિને ધ્યાને રાખી કરી હતી.  જેમાં દિપક તિવારીએ પોતાની ૩૪મી વર્ષ ગાંઠ મહાકાળીને અર્પણ કરી કેક કાપવાના બદલે મિત્રો અને પરિવારજનો સાથે મહાકાળીને ૧૧ ગજની ધજા ચઢાવી માતાજીની આરતી અને દર્શન કરી જન્મદિવસ ની ઉજવણી કરી હતી અને માતાજીના આર્શીવાદ મેળવી ધન્યતા અનુભવી હતી જેમાં દીપક તિવારીએ પશ્ચિમી સંસ્કૃતિથી દૂર રહી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી સ્વદેશી સંસ્કૃતિ અપનાવી આધ્યાત્મિક રીતે ઉજવેલી વર્ષ ગાંઠને મિત્રો તથા સ્નેહીજનોએ આવકારી હતી અને સૌ કોઈએ દીપક તિવારીને જન્મદિવસની શુભેચ્છા સાથે મંગલ કામનાઓ પાઠવી હતી.