ડીસામાં આખોલ ચાર રસ્તા પાસે આજે લોખંડની કોઇલ ભરેલુ ટ્રેલર પલટી ખાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે..
ઘટના ને પગલે ટ્રાફિક જામ થતા નેશનલ હાઇવે ઓથોરિટી અને અદાણી કંપની હાઇવે પેટ્રોલિંગ ની ટીમ અકસ્માત સ્થળે પહોંચી ટ્રેલર ને ક્રેનની મદદથી સાઈડમાં ખસેડી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો..
ગાંધીધામ થી એક ટ્રેલર 40 ટન કોઇલ ભરી જયપુર તરફ જઈ રહ્યું હતું અને ડીસામાં આખોલ પાસે આવેલા બ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતું..
તે સમયે આગળ જઈ રહેલા કારચાલકે અચાનક બ્રેક મારતા ટ્રેલર ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ટ્રેલર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો..
અકસ્માત ને પગલે ટ્રાફિકજામ થઈ ગયો હતો..