ડીસા તાલુકાના વાસણા ગામ પાસે વહેલી સવારે ઓટો ગેરેજની દુકાનમાં અચાનક હવા ભરવાની ટાંકી ફૂટતા અફડા-તફડી મચી હોવાની ઘટના આવી છે. જેમાં ટાંકી છત તોડીને અડધો કિલોમીટર દૂર ફંગોળાઇ હતી. જેથી આજુબાજુની પણ 4 દુકાનોને નુકશાન થયું હતું.

ડીસા તાલુકાના વાસણા પાસે આવેલા સંતોષી ગોળીયામાં વિક્રમ ધૂંખ કુળદેવી ઓટો ગેરેજ નામની દુકાન ધરાવે છે. વહેલી સવારે તેમની દુકાનમાં અચાનક ટાયરમાં હવા ભરવાની ટાંકી ફૂટતા અકસ્માત સર્જાયો હતો. અચાનક ટાંકી ફૂટતા અફડા-તફડી મચી ગઇ હતી અને આજુબાજુના લોકો ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. ટાંકી પણ છત ફાડીને અડધો કિલોમીટર જેટલી દુર ફંગોળાઇ હતી. ટાંકી ફૂટતા જ આજુબાજુની ત્રણથી ચાર જેટલી દુકાનોને પણ નુકશાન થયું હતું. સદનસીબે દુકાન માલિકનો અદભુત બચાવ થયો હતો અને મોટી જાનહાની ટળી હતી. પરંતુ ઘટનાને પગલે દુકાન માલિકોને મોટું નુકશાન વેઠવુ પડ્યું છે.