માં માનવીની હોય કે પછી પશુની કે પક્ષીની હોય. માં તે માં છે, માંનો કોઇ જોટો ના મળે ભાઇ. આ વાતને સાર્થક ક્રરતાં અનેક કિસ્સાંઓ પ્રકાશમાં આવ્યાં છે. પરંતુ સિહોરના દાદાનીવાવ વિસ્તારમાં અકસ્માતમાં ઇજા પામેલી વાછરડીની માતા પોતાની વાછરડીની સારવાર કરાવવા રસ્તો રોકીને કલાકો સુધી રીતસરની ભાંભરતી રહી હતી ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતો ન હોવાથી તેણે માતાનું સર્જન કર્યું છે. બાળકના જન્મથી ઉછેર સુધી કોઈપણ જીવ હોય, માતૃત્વની લાગણી એકસમાન જ હોય છે. એમાં પણ પશુઓને તો બચ્ચાંની માવજત કે સારવાર કરવા તબીબ પણ પોતે જ હોય છે. જોકે રાજયમાં 1962 એનિમલ ઈમર્જન્સી સેવા કાર્યરત હોવાથી હવે પશુઓને પણ સારવાર મળી રહે છે. પશ્રુઓ અબોલ હોવાથી પોતાની લાગણી વ્યક્ત તો કરી શકે છે, પણ માણસ એને જલદી સમજી શકતા નથી. પશુ રડે પણ છે અને ભાવુક પણ થાય છે. ખાસ કરીને તેમનાં બચ્ચા માટે સતત ચિંતિત પણ રહે છે. એનો આજે વધુ એક પુરાવો મળ્યો છે સિહોરના દાદાનીવાવ નજીક હાઇવે પર એક ગાય માતા પોતાની વાછરડીની સારવાર કરાવવા હાઇવે પર કલાકો સુધી રસ્તો રોકી બેસી રહેતી જોવા મળી હતી ત્યાંથી પસાર થતા સિહોર નગરપાલિકાના ફાયર વિભાગના કોશિક રાજ્યગુરુ એન્જિનિયર પાર્થભાઈ રાજ્યગ્રૂએ પોતાનું બાઈક ઉભુ રાખી ઈજાગ્રસ્ત વાછસડીને તાત્કાલિક પાટા પીંડી તેમજ ચા ની ભૂકી નાખી લોહી નીકળતી હાલતમાં પ્રાથમિક સારવાર આપી હતી ત્યાર પછી પશુ દવાખાનાના ડૉ ભાવેશભાઈ સોલંકીને જાણ કરતા તેઓ એ સ્થળ ઉપર ડૉ.મુત્નાભાઈ સોલંકીને મોકલી વાછરડાને ડ્રેસિંગ,ઇન્જેક્શન તેમજ બાટલાઓ ચડાવી સારવાર આપી હતી