જૂનાડીસા ની જી એમ મહેતા પ્રાયમરી સ્કૂલના વિધાર્થીઓએ સરકારી કચેરીઓની મુલાકાત લીધી..

ડીસા તાલુકાની જુનાડીસા ખાતે આવેલી જી એમ મહેતા સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ આજરોજ ડીસા શહેરમાં આવેલી અલગ અલગ સરકારી કચેરીઓ જેવી કે તાલુકા પોલીસ મથક, ડીસા શહેર મામલતદાર કચેરી, જનસેવા કેન્દ્ર, સબજેલ જેવી સરકારી કચેરીઓની મુલાકાત લીધી હતી. બાળકોને સરકારી કચેરીઓની અંદર થતા કામો અંગેની માહિતી આપવામાં આવી હતી તેમજ કચેરીની અંદર થતા કામો કઈ રીતે થાય છે તેની પણ માહિતી આપવામાં આવી હતી આ માહિતી મેળવીને બાળકો ખૂબ જ ખુશ જણાયા હતા