ડીસા કોલેજમાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો.

 તાલુકા હેલ્થ ઓફીસ ડીસા માં અર્બન હેલ્થ સેન્ટર ડીસા 2 દ્વારા  તારીખ 19 જાન્યુઆરી ના રોજ તમાકુ નિષેધ  કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ની પ્રેરણા થી  તમાકુ  નિષેધ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં બનાસકાંઠા જિલ્લા એપેડેમિક અધિકારી શ્રી ર્ડો જીગ્નેશ હરિયાણી સાહેબ હાજર રહેલ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પી એમ ચૌધરી સાહેબ ના સંકલન સાથે સોસિયલ વર્કર અનિલભાઈ રાવલ તેમજ  કાઉન્સેલર નાંદોલિયા કામરઅલીએ વિદ્યાર્થીઓને પી. પી. ટી ના માધ્યમથી તમાકુ સેવનથી થતી હાની થી વાકેફ કર્યા હતા. પ્રોગ્રામ ઓફિસર ડો તૃપ્તિબેન સી ,Tmphs નિરંજનભાઈ અને અર્બન હેલ્થ સેન્ટર 2 ના હેલ્થ સુપરવાઈઝર શ્રી હરિસિંહ જી ચૌહાણ દ્વારા આયોજિત તમાકુ નિયંત્રણ વકતૃત્વ સ્પર્ધામાં કુલ 10 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં નિશા સુથાર, કચ્છવા સેજલ અને દેસાઇ અલ્પેશ અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમ મેળવ્યો હતો. વિજેતા વિદ્યાર્થીઓને અર્બન હેલ્થ સેન્ટર ડીસા 2 દ્વારા ઇનામ આપીને તેમજ બાકીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપીને સન્માનિત કરાયા હતા. નિર્ણાયક તરીકે ડો. મિતલ એન વેકરિયા તથા પ્રો. દિવ્યા. જી પિલલાઈ એ સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં હેલ્થ  સ્ટાફ મંજુલાબેન ચૌધરી fhw , શ્રી દલ્પેશ સાનોદરિયા mphw તેમજ પ્રો. વિશ્વાસ પ્રજાપતિ અને પ્રો અવિનાશ ચૌધરી એ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમમાં 250 વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી તમાકુ નિષેધ માટે પ્રતિજ્ઞા લીધી હતી...